જામનગર: સપડા ગોળાઇ પહેલા ટ્રેકટરના ધંધા ખારના કારણે એક યુવાન પર ધોકા અને છરી વડે હુમલો
જામનગર તાબેના મિયાત્રા ગામમાં રહેતા ખેતી કરતા પ્રવિણસિંહ રણજીતસિંહ કેર (ઉ.વ.૩૮) તથા આરોપી વનરાજસિંહ બંને ટ્રેકટરનો ધંધો કરતા હોય, જે ધંધા ખારને કારણે સપડાની ગોળાઈ પાસે ટ્રેકટર લઈને જતા હતા, ત્યારે આરોપીએ રોકી ધોકા વડે ફરીયાદી પર હુમલો કરી હાથ, કાન પાસે ઇજા કરી હતી તેમજ છરી વડે હુમલો કરીને હાથના પોચામા ઈજા પહોંચાડી હતી, આ બનાવ અંગે પ્રવિણસિંહ દ્વારા પંચ-એમાં મિયાત્રા ગામના વનરાજસિંહ શૈલેષસિંહ પરમારની વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.