દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો કડક બન્યા છે. ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 હેઠળ હવે શૈક્ષણિક સંસ્થાઓએ વિદેશી વિદ્યાર્થીના એડમિશનની જાણકારી 24 કલાકની અંદર ફોર્મ-II દ્વારા ઓનલાઈન આપવી ફરજિયાત રહેશે. UGC સચિવ પ્રો. મનીષ જોશીએ આ અંગે તમામ રાજ્યો અને શિક્ષણ સંસ્થાઓને પત્ર લખી નિર્દેશ આપ્યા છે.