લુણાવાડા: જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પોષણ માસ અંતર્ગત બેઠક યોજાઈ
મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પોષણ માસની ઉજવણીના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી જિલ્લામાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 16 ઓક્ટોબર સુધી આઠમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી થનાર છે તેને લઈ અને સુચારુ આયોજન માટે આ બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું