માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું
સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે આયુષ્યમાન ભવ અંતર્ગત GMERS મેડિકલ કોલેજ જુનાગઢ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જન, એમ. ડી મેડિસન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, સ્કિન સ્પેશિયાલીસ્ટ, માનસિક રોગ નિષ્ણાંત, કાન નાક ગળાના નિષ્ણાંત, દંત સર્જન, આંખના ડોક્ટર વગેરે તજજ્ઞો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી વિવિધ વિભાગોમાં કુલ મળીને આશરે 252 જેટલા લોકોએ લાભ લીધો