પલસાણા: જિલ્લા ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન મોદીના નિર્ણયોનું પ્રદર્શન ખુલ્લું મૂકાયું, કોંગ્રેસ-આપના નેતાઓ ભાજપમાં જોડાયા
Palsana, Surat | Sep 21, 2025 બારડોલીમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદર્શન અને પક્ષપલટો, ભાજપના કાર્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના નિર્ણયોનું પ્રદર્શન યોજાયું, જેનું ઉદ્ઘાટન જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે કર્યું. પ્રદર્શનમાં મોદીના કાર્યકાળના આર્થિક, સામાજિક અને વિકાસલક્ષી નિર્ણયોની વિગતો આપી. આ દરમિયાન કોંગ્રેસના કાળુભાઈ રાઠોડ, આપના રતિલાલ પટેલ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિપિનચંદ્ર ચૌધરીએ સમર્થકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો. નેતાઓએ તેમને ભગવો ખેસ પહેરાવ્યો.