અમદાવાદની કંપનીએ તેમની કંપનીમાં રોકાણ કરશો તો ઉંચા વ્યાજદર અને વિદેશી પ્રવાસની લોભામણી લાલચો આપનારો સેમીનાર ગોઠવતા ગાંધીધામના વીમા એજન્ટે તેનો વિશ્વાસ કરીને તેમના પરિચીતો પાસેથી 1.80 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ કંપનીએ તે રકમ પરત ન આપતા તમામ ડાયરેક્ટર અને મેનેજર સામે હવે ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.