ગાંધીનગર: સે-11 કેસરિયા ગરબામાં 51 હજાર દિવળાની દિવ્ય આરતી, ઓપરેશન સિંદૂરની ઝલક જોવા મળી
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે દિવ્ય મહાઆરતી યોજાઇ હતી જેમાં હજારો દીવડાઓ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રબળ ઈચ્છાશક્તિ તેમજ નિર્ણાયક નેતૃત્વ હેઠળ થયેલ ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્ય *‘ઓપરેશન સિંદૂર‘* ને બિરદાવતી અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું. આ દૃશ્ય સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત દેખાયા.