સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે, અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં છ જેટલી ટીમો દ્વારા કોસાડ આવાસના H-1 અને H-2 બિલ્ડિંગ એરિયામાં મોટાપાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી. DCP, ACP સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ કરતા 6 તલવારો મળવા સાથે 58 કેસ કરાયા હતા.આ કોમ્બિંગ ઓપરેશનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.