સુઈગામ: સુઈગામ ગામની સીમમાંથી વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-૯૮૪, કિ.રૂ.૨,૩૮,૬૩૨/- નો મુદામાલ પકડી પાડતી એસ.ઓ.જી વાવ-થરાદ
સુઈગામ ગામ પાસે આવતાં ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,વિપુલભાઈ રશંકરભાઈ જાતે.રાજપુત રહે.સુઈગામ,આંનદનગરતા.સુઈગામ વાળો તેના કબજા ભોગવાટાના ખેતરમાં ભારતીય બનાવટી વિદેશી દારૂ તથા બિયર રાખી તેનું વેચાણ કરે છે સદરહુ હકિકત આધારે ઈસમના કબજા ભોગવાટા વાળા ખેતરમાં રેઈડ કરતા ગે.કો અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર બોટલ નંગ-૯૮૪ કિ.રૂ.૨,૩૮,૬૩૨/- નો મોટા પ્રમાણનો પ્રોહી જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.