રાજકોટ પશ્ચિમ: રાજકોટમાં ગુંડારાજ! આનંદબંગલા ચોકમાં રહેતાં વેપારીએ ખાંડણી ન આપતા તેના પર જીવલેણ હુમલો,પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
શહેરના આનંદ બંગલા ચોક પાસે અફઝલ સાધવી નામના વેપારી પર તેણે ખંડણી ન આપતા સલીમ ઉર્ફે કાતર નામના શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના વિશે આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ ભોગ બનનાર વેપારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,તેણે આરોપી સલીમને ખંડણી આપવાની ના પાડતા સલીમે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેના પરિવારને પણ જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદ પરથી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.