વિજાપુર: વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વિજાપુર ધનપુરાની આર.જે. પટેલ હાઈસ્કૂલમાં નિબંધ સ્પર્ધા યોજાઈ
વિજાપુર ધનપુરા આર જે પટેલ હાઈસ્કૂલખાતે જિલ્લા ટોબેકો સેલ, મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસ, વિજાપુરના સંયુક્ત માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વજાપુરના સબ સેન્ટર ધનપુરા દ્વારા ગ્રામ્ય સ્તરે વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન આજરોજ સોમવારે 3 કલાકે કરવામાં આવ્યું હતું.ધનપુરા મુકામે આવેલી આર.જે. પટેલ હાઈસ્કૂલમાં વ્યસનમુક્તિના વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં કુલ 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.