જામનગર: ગોકુલ નગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
ગોકુલનગર, સોમનાથ સોસાયટી, જામનગર વાળો તેના ઘરની બાજુમા આવેલ બી.એસ.એન.એલ. ના મોબાઈલના ટાવર પાસે રાત્રીના સમયે ગાંજાનુ છુટક વેચાણ કરતો હોય, પોલીસે સ્થળ પર રેઈડ કરતા ત્યાથી ગાંજો ૧ કિલો ૯૦૦ ગ્રામ કી.રૂા. ૧૯,૦૦૦ તથા એક મોબાઈલ ફોન મળી કુલ કી.રૂા.૨૪,૦૦૦ સાથે શખ્સને પકડેલ. ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.