વઢવાણ: સુરેન્દ્રનગર વઢવાણમાં ઇડી ના 4 જગ્યાએ દરોડા તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ 4 થી વધુ સ્થળો પર ગાંધીનગર ઈ.ડી.ની ટીમ દ્વારા દરોડા.વઢવાણમાં રહેતા અને ક્લેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના નિવાસ સ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.જીલ્લા ક્લેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના નિવાસ સ્થાને પણ ઈ.ડી.ની ટીમ દ્વારા ચેકીંગ શરૂ. આ ઉપરાંત રતનપરમાં પણ એક જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.હાલ ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.