પબ્લિક ન્યૂઝના અહેવાલની અસર, ગઠામણ દરવાજા વિસ્તારમાં લીકેજ પાણીને બંધ કરાયું
Palanpur City, Banas Kantha | Nov 1, 2025
પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં પાણીનો વેડફાટ થતો હોવાનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જે બાદ પબ્લિક ન્યૂઝમાં પણ તેનો અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારે આખરે નગરપાલિકા તંત્રએ જાગીને આ લીકેજ પાણીને બંધ કર્યું છે નગરપાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હોવાની જાણકારી આજે શનિવારે સવારે 11:00 કલાકે મળી છે.