પોશીના: તાલુકામાં આ ચાલુ સાલે કપાસ નું 3544 હેકટર જમીનમાં વાવેતર થયું..!
પોશીના તાલુકામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 863 મીમી વરસાદ વરસ્યો છે.ત્યારે ચાલુ સાલે કપાસ નું કુલ 3,544 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે. પરંતુ તાજેતરમાં જ એક દિવસે 6 ઈંચ જેટલો વરસાદ વરસતા કપાસ ના પાક ને નુકશાન થયું હતું.પરંતુ હવે વરસાદે વિરામ લેતા પોશીના પંથકમાં નુકશાન થયેલ કપાસ ના પાક ને જીવતદાન મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.આ માહિતી તાલુકા કૃષિ અધિકારી નરેશ રબારી પાસે થી આજે સાંજે 4 વાગે મળી હતી.