ભાવનગર જિલ્લા પોલીસે ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માથાભારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરતાં પાસા હેઠળ ચાર ઇસમોની અટકાયત કરી તેમને ગુજરાતની અલગ-અલગ જેલોમાં મોકલી આપ્યા છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા તૈયાર કરાયેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી.