વાલીયાની શ્રી રંગ મહિલા કોલેજ સામે આવેલ અનિલ ભગતની વાડી ખાતે વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 141માં કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પાર્ટીના ધ્વજને ફરકાવી સલામી આપી હતી.અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના આદિવાસી ડીપાર્ટમેન્ટના ઉપપ્રમુખ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી અનિલ ભગત સહિત હાજર રહ્યા હતા.