પલસાણા: પલસાણા પોલીસ મથકના છેલ્લા પાંચ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નિલેશ ઉપાધ્યાય પલસાણા ચોકડીથી ઝડપાયો
Palsana, Surat | Oct 31, 2025 પલસાણા પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટ ના ગુન્હામાં 2020  મુજબના કામનો વોન્ટેડ આરોપી નીલેશભાઇ સત્યનારાયણ ઉપાધ્ધાય રહે.૨૧૨ નારાયણ સોસાયટી જામબવા ગામ મકરપુરા વડોદરા શહેર નાઓ પલસાણા ચાર રસ્તા પાસે ઉભેલ છે. અને જેણે શરીરે કેશરી કલરનું હાફ બાયનુ ટી-શર્ટ તેમજ કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” જે બાતમી આધારે આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે