નાંદોદ: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ખોદકામ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું અધિક જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું.
Nandod, Narmada | Oct 20, 2025 આગામી તા.31/10/2025 ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટેના રાષ્ટ્રકક્ષાના સમારંભ તથા તેને લગતા અન્ય કાર્યક્રમો દરમ્યાન BSNL ના ઓપ્ટિકલ ફાઇબર કેબલની વડોદરા-ડભોઈ-તિલકવાડા-એકતાનગર(કેવડીયા) તથા વડોદરા-ભરૂચ-રાજપીપળા-એકતાનગર(કેવડીયા) લાઈનોથી પુરી પાડવામાં આવનાર સંચાર/ડેટા સેવાઓ ખોરવાય નહીં તે માટે તા.૨૧/૧૦/૨૦૨૫ થી તા.૩૧/૧૦/૨૦૨૫ સુધી ઉપરોક્ત કેબલ લાઇનના અત્રેના જિલ્લામાં આવતા રૂટ પર ખોદકામ પ્રતિબંધ મૂક્યો છે.