મોરવા હડફ: મોરવા હડફની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મેગા રોજગાર ભરતી મેળો રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડીયા કાર્યક્રમ અંતર્ગત આજે ગુરુવારના રોજ મોરવા હડફ ખાતે આવેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યુવાઓ માટે ઘર આગણે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તે હેતુથી મેગા રોજગાર ભરતી મેળો અને પ્રેરણાત્મક સ્વરોજગાર માર્ગદર્શક કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભરતી મેળાનો લાભ લેવા માટે યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા