ભિલોડા: ભિલોડા તાલુકામાં શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યાની ઘટના.અગમ્ય કારણોસર મરણ અંગે ગુનો દાખલ થયો.
ભિલોડા તાલુકાના કુશાલપુર ગામ નજીક આજરોજ એક મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતકની ઓળખ ટોરડા ગામના પરેશભાઈ ચેનવા તરીકે થઈ હતી.આ અંગે મૃતકના કાકા ડાહ્યાભાઈ ચેનવાએ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે અગમ્ય કારણોસર થયેલા મરણ અંગે ગુનો દાખલ કર્યો હતો.હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.