સુઈગામ: સુઈગામમાં ભટાસણા ડિસ્ટ્રી કેનાલમાં ભંગાણ:ખેતરોમાં પાણી ફરી વળતા શિયાળુ પાકને નુકસાન
સુઈગામ તાલુકાના ભટાસણા ગામ નજીક ભટાસણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ સર્જાયું છે. ગુરુવારે કેનાલ તૂટવાના કારણે શિયાળુ પાકના વાવેતરવાળા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેનાથી ખેડૂતોને નુકસાન થયું છે.