મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં બકરીઈદ નિમિતે ૨૮ મેના રોજ હરરાજી બંધ
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્વારા ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટો, વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટરો માટે મહત્વની જાહેર જાણ બહાર પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ આગામી તા. ૨૮ મે ૨૦૨૬, ગુરૂવારના રોજ બકરીઈદના તહેવાર નિમિતે જાહેર રજા જાહેર કરવામાં આવી હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીઓની હરરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. બજાર સમિતિ દ્વારા તમામ ખેડૂતભાઈઓ, ખરીદનાર વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ ટ્રાન્સપોર્ટર ભાઈઓને આ અંગે ખાસ નોંધ લેવા અપીલ