ધંધુકા: *શરદ પૂર્ણિમાએ ધંધુકા રામટેકરી મંદિરે ભજન સંધ્યા, ભક્તિભાવનો રંગ છવાયો*
#ધંધુકા #dhandhuka #dhandhuka #ધંધુકાભાલ
*શરદ પૂર્ણિમાએ ધંધુકા રામટેકરી મંદિરે ભજન સંધ્યા, ભક્તિભાવનો રંગ છવાયો* અમદાવાદ જિલ્લાના ધંધુકા શરદ ઋતુની પૂર્ણિમાની પાવન રાત્રે ધંધુકાના શ્રીરામટેકરી મંદિરે જયરામ ભજન મંડળ દ્વારા ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રાત્રે ૯ વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મંડળના ભક્તગાયકો દ્વારા ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના ભજનો, ભક્તિગીતો તથા આરતીની પ્રેરણાદાયી રજૂઆત કરવામાં આવી.