ભાભર: ભાભર તાલુકાના બેડા ગામે બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત કરી ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો
દિવાળીના તહેવારોમાં ભાભર તાલુકાના બેડા ગામે સ્થિત માતા જોગમાયા મંદિર ખાતે બનાસકાંઠા ના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે ગ્રામજનો સાથે દર્શન કર્યા હતા અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે એવા આશીર્વાદ મેળવ્યા હતા જ્યારે બેડા ગામના ગ્રામજનોએ સાંસદ ગેનીબેન ઠાકોર નું ફુલહાર કરી સ્વાગત સન્માન કરયું હતું સંસદ ગેનીબેન ઠાકોરે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો અને ગ્રામવિકાસમાં જરૂરી સહાય ની ખાતરી આપી હતી