નખત્રાણા: મથલ બસ સ્ટેન્ડ પાસે ગેરકાયદે દબાણ દૂર
નખત્રાણા પોલીસે મથલ ગામે બસ સ્ટેશન પાસે ૫૪૦ ફૂટની શેરડી રસની પાકી ઓરડી, ૩૬૦ ફૂટની ભાડે અપાયેલી પતરાંવાળી દુકાન અને ૨૧૦૦ ફૂટની રહેણાકની દિવાલનું ગેરકાયદે દબાણ દૂર કર્યું છે. અંદાજે ૩૫ લાખના મૂલ્યની જમીન ખુલ્લી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દબાણ મથલના ફકીરમામદ રમજુ સમેજાએ કરેલું. ફકીરમામદ વિરુધ્ધ અગાઉ કોરોના વખતે જાહેરનામા ભંગનો ગુનો અને ૨૦૨૪માં દારૂબંધીનો અન્ય એક ગુનો નોંધાયેલો છે. પોલીસે તેને અસામાજિક તત્વ ગણાવીને આ દબાણ દૂર કરવા સાથે ગેરકા