ભુજ: ખાવડા પંથકમાં બે યુવાનને બંધક બનાવી ટકલા કરી અત્યાચારનો વીડિયો વાયરલ થતા ટોક ઓફ ધ ટાઉન
Bhuj, Kutch | Nov 2, 2025 ખાવડા પંથકના રણ સીમાડે છોકરીને મળવા ગયેલા પંથકના બે યુવાનને લોકોએ ઝડપી ક્રૂર અત્યાચાર કરી તેના વીડિયો ઉતાર્યા હતા અને તે વીડિયો વાયરલ થતાં ચકચાર પ્રસરી છે. જો કે, સામાજિક રાહે સમાધાન થતાં પોલીસ ફરિયાદ ન થયાનું સામે આવ્યું છે. આ બનાવના વીડિયો અંગે છાનબીન કરતાં પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલાં ખાવડા પંથક પાસેના જ એક નાનકડા ગામના બે યુવાન કાંઢવાંઢ બાજુના રણસીમાડે છોકરીને મળવા ગયા હતા, જ્યાં ઉભય પક્ષના યુવકોએ ઝડપી પાડયા હતા. ઝડપાયેલા બંને યુવાનને