અંજાર: સીએચસીના તબીબે સરકાર સાથે કરી લાખોની છેતરપિંડી મામલો પોલીસ ચોપડે નોંધાયો
Anjar, Kutch | Nov 5, 2025 અંજાર સરકારી હોસ્પિટલમાં તત્કાલીન સમયે ફરજ બજાવતા ડોક્ટરે પ્રસૂતિ કરતાં વધુ પ્રસૂતિ રેકર્ડમાં દર્શાવીને એક જ પ્રસૂતિને અલગ-અલગ નાણાકીય સદરમાં દર્શાવીને પ્રસૂતિની મળવાપાત્ર રકમ 17.47 લાખ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી હતી. ખાતાકીય તપાસ દરમિયાન ગેરરીતિ બહાર આવતાં તેમને 17.43 લાખનો દંડ ફટકારવામાં આવ્યો,સરકારી હોસ્પિટલ અધીક્ષક ડો. રોબિનાસિંહ પ્રતાપાસિંહ રાઠોડે અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.