એક સમયે માણાવદરએ કાલા કપાસના કામણગારા મુલકમાં સમગ્ર એશિયામાં જે જીનીંગ મિલનું નામ હતું તે ચંદુભાઈ શેઠના ખાંભલા પ્રેસમાં ફરીથી ગૌસેવા અને અબોલ જીવોના સંવર્ધન માટે વિશ્વવિખ્યાત બનવા જઈ રહ્યું છે. ચંદુભાઈ શેઠના પુત્રો હરેશ શેઠ, વિજય શેઠ અને હિતેન શેઠ અને પુત્રવધુ મેઘના શેઠ દ્વારા પોતાના માતૃશ્રી અનસુયાબાનાં નામ સાથે જોડીને અનસુયા ગૌધામની 2020માં માત્ર એક ગીર ગાયથી સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે આ વિશ્વમાં ખ્યાતિ પામેલ છે