ઉધોગ અને વેપારના કેન્દ્ર ગણાતા ગાંધીધામ શહેરમાં ઝંડા ચોક સ્થિત સરદાર ગંજ સરકારી હોસ્પિટલ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં હોવાથી નાગરિકોને ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને તાત્કાલિક પુનઃપ્રારંભ માટે રજૂઆત કરી છે.