પલસાણા: જોળવાની સંતોષ મીલમાં બ્લાસ્ટ મામલો વધુ એક 21 વર્ષીય મહિલાનું મોત નીપજતા મૃત્યુ આંક 10 થયો
Palsana, Surat | Sep 15, 2025 તારીખ 1 સપ્ટેમ્બર 2025 ના રોજ જોળવા ખાતેની સંતોષ મીલમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી તેમાં 22 શ્રમજીવીઓ ગંભીર ઇજાઓ પામતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ એક પછી એક નવ શ્રમજીવીઓના મોત નીપજ્યા બાદ સારવાર દરમ્યાન આજે તારીખ 15 સપ્ટેમ્બર 2025 સવારે 5 વાગ્યે 21 વર્ષીય રાધાકુમારી બાબલુકુમાર હજારી શાહ, ઉ વ 21 હાલમાં રહેવાસી તાતીથૈયા કડોદરા મૂળ રહેવાસી - જિલ્લો - મધુબતી બિહાર મૃત્યુ પામતા મૃત્યુ આંક 10, ઉપર પહોચ્યો છે.