તળાજા: તળાજા પાલીતાણા ચોકડી પાસે વીજ ટ્રાન્સફોર્મર ફાટ્યું, આગથી દોડધામ
મળતી માહિતી મુજબ, ભારે ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિ વચ્ચે અચાનક ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને થોડા સમય માટે દોડધામ જોવા મળી હતી. સ્થાનિક રહેવાસી ચિરાગભાઈ ધાંધલીયાએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઇજા