પંચમહાલ જિલ્લામાં 1 જાન્યુઆરી, 2026ના રોજ કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા' ગોધરા પહોંચી હતી. ધારાસભ્ય અમિત ચાવડાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રા દરમિયાન સ્થાનિક વેપારીઓએ બસ સ્ટેન્ડના સ્થળાંતર મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. વેપારીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડને શહેર મધ્યથી ખસેડીને ભુરાવાવ લઈ જવાતા આસપાસના 700 જેટલા દુકાનદારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. આ ઉપરાંત, સામાન્ય પ્રજાને રિક્ષા ભાડાના 25-50 રૂપિયાનો વધારાનો બોજ વેઠવો પડે છે.