સાવરકુંડલા: જીએસટી રાહતથી મોબાઇલ બજારમાં તેજી, તહેવારો પૂર્વે સાવરકુંડલામાં ગ્રાહકોની ખરીદીમાં ઉછાળો
કેન્દ્ર સરકારે મોબાઇલ એસેસરીઝ પર જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લામાં મોબાઇલ કવર, ગ્લાસ, ચાર્જર અને બ્લૂટૂથ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે.જીએસટી રાહતથી મોબાઇલ બજારમાં તેજી, તહેવારો પૂર્વે ગ્રાહકોની ખરીદીમાં ઉછાળો આવ્યો છે.સસ્તી મોબાઇલ એસેસરીઝથી સાવરકુંડલા સહિત જિલ્લામાં વેપારીઓના ચહેરા ખીલી ઊઠ્યા છે.