ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તિલકનગર પમ્પીંગ પાસે રેઇડ કરી લીલા-પીળા રંગની સી.એન.જી. ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રિક્ષાના ચોરખાનામાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કીની ૧૮૦ એમએલની ૬૮૦ બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.૧,૭૯,૫૨૦/- થાય છે. સાથે ઓટો રિક્ષા સહિત કુલ રૂ.૩,૨૯,૫૨૦/-નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. ઘટનાને પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો.