તળાજા: શીલાવદરમાં પવનચક્કી પ્રોજેક્ટને લઈને બબાલ, વિરોધ કરનાર પર હુમલાનો આક્ષેપ
ભાવનગર જિલ્લાના શેલાવદર ગામે KP Energy દ્વારા પવનચક્કીના થાંભલા સ્થાપવા માટે નદીના પટમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. ગામના રહેવાસી રમેશભાઈ ધનાભાઈ જાદવનો આક્ષેપ છે કે તેમણે નદીના પટમાં થતી કામગીરીનો વિરોધ કરતાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, શેલાવદરના સરપંચ ગીગાભાઈ ભમ્મર સહિત કેટલાક લોકોએ પાઇપ, ધોકા અને ઈંટ વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું અને જમીન પર