ઉત્તરાયણ પર્વ નિમિતે દયાપર ખાતે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા છે. પતંગની દોરીથી થતી ઇજાઓ અટકાવવા તેમજ વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પહેલ કરાઇ છે. દયાપર પીઆઈ વી.બી પટેલના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.