અલ્કા ટોકીજ પાસે આવેલ મસાણી મેલડી માતાના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનાર આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફે વડવા તલાવડી વિસ્તારમાંથી દાનીશ ઉર્ફે દાનીયો હનીફભાઈ કુરેશીને શંકાસ્પદ હાલતમાં પકડી પૂછપરછ કરતા તેણે મંદિરની દાનપેટી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આરોપી પાસેથી લોખંડની દાનપેટી અને રોકડા રૂ.1700 મળી કુલ રૂ.1800 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.