ભરૂચ એલસીબીનો સ્ટાફ હાંસોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ તાલુકાના જુના આસરમા ગામની સીમમાં ખાડી કિનારે શેરડીના ખેતર પાસે ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી 37 હજાર રોકડા અને ચાર ફોન તેમજ એક બાઈક મળી કુલ 1.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઇલાવ ગામના સુથાર ફળિયામાં રહેતો જુગારી મહેશકુમાર રમણ પટેલ,નવીનકુમાર શાંતુ વસાવાને ઝડપ્યા હતા.