એસટી વિભાગ દ્વારા ગઢ થી સુરત ની સ્લીપર બસ શરૂ કરાઈ, ધારાસભ્ય ની રજુઆત ના પગલે બસ શરૂ કરાઈ
Palanpur City, Banas Kantha | Oct 20, 2025
પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ના પ્રયાસો થી ગઢ પંથકની વર્ષો જૂની માંગ એસટી વિભાગે સ્વીકારી છે આજે સોમવારે દિવાળીના દિવસે ગઢ ખાતેથી 5:30 કલાકે સુરતની સીધી એસટી બસની સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે જેને લઈ અને ગઢ વિસ્તારના 20 થી વધુ ગામોના સુરત વસવાટ કરતા લોકોને ફાયદો થશે જેને લઇ અને ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી પાલનપુર ડેપો મેનેજર અને સિધ્ધપુર ડેપો મેનેજર ઉપસ્થિત રહી બસને લીલી જંડી આપી સુરત જવા રવાના કરી હતી