રાજકોટ દક્ષિણ: શાપર વેરાવળ નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી, પોલીસ તેમજ ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે, સદનસીબે જાનહાનિ અટકી
આજે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ શહેરના શાપર વેરાવળ નજીક એક કારમાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગને કારણે કારમાં ભારે નુકસાન થવા પામ્યું હતું.સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.