કોંગ્રેસના દેશવિરોધી નિવેદનના વિરોધમાં ભાજપના નેતૃત્વ હેઠળ કાલોલ ભાજપના યુવા મોરચા દ્વારા શનિવારે સાંજે છ કલાકે શહેરના બગીચાથી તિરંગા સર્કલ સુધીની વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલોલ ભાજપ સંગઠનની આ રેલીમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, કાલોલ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ સહિતના ભાજપના કાર્યકરો બેનરો સાથે ઉપસ્થિત રહીને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું.