સાવલીમાં સગર્ભા મહિલાઓને પોષણ કીટ અને ગરમ ધાબળાનું વિતરણ સાવલી ખાતે શ્રી રંગ ફાઉન્ડેશન અને કોક્સ એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી માનવીય સેવા કાર્ય હાથ ધરાયું. સાવલીના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી પસંદ કરાયેલ કુલ 75 સગર્ભા મહિલાઓને નિશુલ્ક ન્યુટ્રીશન કીટ અને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ સગર્ભા મહિલાઓના આરોગ્યનું સંવર્ધન, પોષણમાં વૃદ્ધિ અને શિયાળાના દિવસોમાં તેમને જરૂરી સંભાળ પૂરું પાડવાનો