કાલોલ ની શામળદેવી પ્રાથમિક શાળા ખાતે હેલ્પ એજ ઇન્ડિયાના ગોધરા એમ એચ યુ દ્વારા ધોરણ ૮ ની કિશોરીઓને નિઃશુલ્ક "સ્વછતા કીટ" નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મિત્તલ ડામોર ફાર્મશિસ્ટ અને ગામની આશા વર્કર બહેનો દ્વારા કિશોરીઓને માસિક ધર્મ અને તેને લગતા મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરી તેને લગતી ગેરસમજણ દૂર કરી હતી.