માંગરોળ: કોસંબા કોસાડી અને હથોડા ગામે જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે પ્રભારી નિરીક્ષકો ની ઉપસ્થિતિમા કોંગ્રેસે મિટિંગનો દોર શરૂ કર્યો
Mangrol, Surat | Sep 14, 2025 માંગરોળના કોસંબા કોસાડી અને હથોડા ગામે જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે પ્રભારી નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કોંગ્રેસે મિટિંગનો દોર શરૂ કર્યો છે અગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા આ મિટિંગનો દોર જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે શરૂ કરવામાં આવ્યો છે જેમાં માંગરોળ જિલ્લા પંચાયત બેઠકમાં આવતા કોસાડી ગામે મિટિંગ યોજાય હતી જ્યારે કોસંબા જિલ્લા પંચાયતની બેઠક કોસંબા ખાતે યોજાઇ હતી તેમજ હથોડા ગામે મિટીંગ યોજાઇ