તારાપુર: તારાપુર સહીત આણંદ જિલ્લામાં દિવાળીના પર્વોમાં ફૂલગુલાબી ઠંડી રહેશે.
Tarapur, Anand | Oct 15, 2025 તારાપુર સહીત આણંદ જિલ્લામાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.દિવસે ગરમી અને રાત્રિના સુમારે ઠંડીને કારણે બેવળી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.હવામાન વિભાગના વર્તારા મુજબ,આગામી દિવાળીના પર્વો સુધી ફૂલગુલાબી ઠંડી રહેનાર છે.કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર, મહતમ તાપમાન 33.5 ડિગ્રી, લઘુતમ 19, ભેજના ટકા 74, અને પવનની ગતિ 3.2 પ્રતિ કલાક નોંધાઈ છે.