રાજકોટ પશ્ચિમ: નવરાત્રિના આયોજકોએ મેળવવાની ફાયર NOC વિશે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે મનપા કચેરી ખાતેથી નિવેદન આપ્યું
નવરાત્રિના આયોજકોએ મેળવવાની ફાયર NOC વિશે વધુ વિગતો આપતાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ આયોજકોએ આ માટે ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ કર્મચારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય જણાયે ફાયર NOC આપવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સ્થળ પર ફાયર સેફ્ટીના તમામ જરૂરી સાધનો રાખવાના રહેશે તેમજ ઇલેક્ટ્રિસિટીના જાણકાર વ્યક્તિનું પણ સ્થળ પર હાજર હોવું જરૂરી છે.