ગોધરા: કેવડિયા ગામે બાઇક ચાલકની ટક્કરથી રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત; સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ગોધરા તાલુકાના કેવડિયા ગામે એક માર્ગ અકસ્માતની ઘટના નોંધાઈ છે. કેવડિયા ગામના રહેવાસી અરવિંદભાઈ કોઈક કામ અર્થે ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે તેઓ કેવડિયા હનુમાનજીના મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક બાઇક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અરવિંદભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સ્થાનિક લોકો અને સ્વજનો દ્વારા તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.