માંગરોળ: સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત માંગરોળ બંદર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું
સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા આયોજન હોય જે અંતર્ગત આજરોજ માંગરોળ બંદર ચોપાટી ખાતે માંગરોળ શહેર ભાજપ, નેશનલ ફીસરીઝ CIFT, સીમા જાગરણ મંચ, માંગરોળ બંદર ની પરમેશ્વર વિદ્યાલય, સોસાયટી પ્રાથમિક શાળા, બંદર પ્રાથમિક શાળા, જિજ્ઞાસા પ્રાથમિક શાળા અને માંગરોળની રાજકુમાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલનાં સંયુક્ત પ્રયાસથી માંગરોળ બંદર પર ચોપાટીની સફાઈ કરવામાં આવેલ.