કણજરી બસ સ્ટેન્ડ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૩૪ રીલ સાથે એક શખ્સ ઝડપાયો. ખેડા-નડીયાદ ક્રાઇમ બ્રાંચની સફળ કામગીરી કુલ ₹૧૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો. ઉત્તરાયણના પર્વ નિમિત્તે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલ માટે ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ તથા LCB પી.આઈ. શ્રી કે.આર. વેકરીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.